મોરબી-૨ શોભેશ્વર રોડ ઉપર ઢાળ વિસ્તારમાં આવેલ મકાને પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રેઇડ કરીને વિદેશી દારૂ-બિયરની બોટલ અને ટીન એમ કુલ ૨૫ નંગ જેટલો જથ્થો કિ.રૂ.૧૯,૫૪૦/- ઝડપી લેવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી મકાન માલીક જયેશભાઇ ઉર્ફે અભો કનુભાઈ મકવાણા હાજર મળી આવેલ ન હોય જેથી પોલીસે તેને ફરાર દર્શાવી, આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









