મોરબી રાજકોટ હાઈવે પર શ્રીજી સ્ટેટ હાઇટેક એન્જિનિયરિંગમાં લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૮ વર્ષીય શ્રમિક યુવકને પોતાના રૂમ ખાતે ચક્કર આવ્યા બાદ એટેક જેવી અસર થતાં બેભાન થઈ પડી જતા મોત નીપજ્યું હતું. એ ડિવિઝન પોલીસે મરણ નોંધ દાખલ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગત અનુસાર, મોરબી રાજકોટ હાઈવે ઉપર શ્રીજી સ્ટેટ હાઇટેક એન્જિનિયરિંગ પ્લોટ નં. ૬ના ક્વાર્ટરમાં રહેતા મૂળ બિહારના ભોજપુર જીલ્લાના ધોબાહટ બજાર, કરારીગામના વતની પંકજકુમાર કામેશ્વસિંહ મહતો ઉવ.૨૮ પોતાના રહેણાંક ઓરડીમાં હોય ત્યારે તેને અચાનક ચક્કર આવી એટેક જેવી અસર થતા બેભાન થઈ પડી જતા, પરિવારજનો તેને તરત જ પ્રથમ સત્યમ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ આવતા, જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસી પંકજકુમારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, બાબાવ અંગે એ ડિવિઝન પોલીસે મૃતકની પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.









