મોરબીના પાનેલીથી સરતાનપર જવાના રોડ ઉપર બાઇક સવાર બે બાળ કિશોરને ૧૮ લીટર દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યા છે, જે બંનેની પૂછતાછમાં દેશીદારૂ મંગાવનાર અને દેશી દારૂ જેની પાસેથી મેળવેલ તે બંને આરોપીઓના નામ ખુલતા પોલીસે તેમને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. હાલ મોરબી તાલુકા પોલીસે દેશી દારૂ, મોટર સાયકલ, ત્રણ મોબાઇલ સહિત કુલ રૂ.૩૪,૬૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી, કાયદાના સંઘર્ષમાં આવેલ બંને સગીરને તેના વાલી વારસને સોંપી આપેલ છે.
મળતી વિગત મુજબ, વાંકાનેરના સરતાનપરથી મોરબી તાલુકાના પાનેલી ગામ તરફ જવાના રોડ ઉપર કાયદાના સંઘર્ષમા આવેલ બે બાળ કિશોરોએ ગેર કાયદેસર રીતે પાસ, પરમીટ કે આધાર વગર પ્લા.ના બાચકામાં ૧૮ લીટર દેશીદારૂ કિ.રૂ.૩૬૦૦/-નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખી હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએસ-૦૪૬૭ વાળામા હેરાફેરી કરતા રંગેહાથ ઝડપાઇ ગયા હોય, ત્યારે પોલીસે બંને બાળકિશોરની અંગઝડતીમાથી મોબાઈલ ફોન નંગ-૦૩ કી.રૂ. ૧૧૦૦૦/- એમ કુલ રૂ. ૩૪,૬૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય. ત્યારે બંને બાળ કિશોરોની સઘન પૂછતાછમાં દેશી દારૂ મંગાવનાર આરોપી વિનુભાઈ સલાટ રહે.પાનેલીરોડ તા.જી.મોરબી વાળાને આરોપી મેરૂભાઈ રમેશભાઈ દેકાવાડીયા રહે, વિરપર તા.વાંકાનેર જી.મોરબી વાળા પાસેથી દેશી દારૂ મેળવ્યાનુ જણાવતા તાલુકા પોલીસે હજાર નહિ મળી આવેલ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બન્ને બાળ કિશોરોને તેમના વાલી વારસને સોંપી આપેલ છે.









