ટંકારા તાલુકાની વાડીમાંથી વધુ એક બાઇક ચોરીના બનાવ અંગે ચકચાર મચાવ્યો છે, જેમાં તાલુકાના જોધપર ઝાલા ગામની સીમમાં આવેલ વાડીના ફકળિયામાં પતરા નીચે પાર્ક કરેલ બાઇક કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા હતા. ત્યારે ખેત શ્રમિક દ્વારા પ્રથમ ઇ એફઆઈઆર બાદ રૂબરૂ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોબધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર, મૂળ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામના વતની હાલ ટંકારા તાલુકાના જોધાઓર ઝાલા ગામની સીમમાં પ્રવીણભાઈ પટેલની વાડીમાં રહેતા વિજયભાઈ અભલાભાઈ ઉર્ફે અભેસિંગ પલાસ ઉવ.૨૯ એ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી વિજયભાઈ પોતાના પરિવાર સાથે ઉપરોક્ત વાડીમાં ખેતમજૂરી કરે છે, અને તેમની પાસે હીરો કંપનીનું મોટર સાયકલ રજી.નં. જીજે-૨૦-બીએચ-૩૦૨૧ છે, જે મોટર સાયકલ ગત તા.૧૮/૧૧ ના રોજ રાત્રીના વાડીના ફળિયામાં પતરા નીચે રાખ્યું હોય જે બીજે દિવસે તા.૧૯/૧૧ ના રોજ સવારે ત્યાં જોવા મળ્યું ન હોય જેથી મોટર સાયકલ અંગે વાડીની આજુબાજુ તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી પ્રથમ ઇએફઆઇઆર બાદ રૂબરૂ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર ઇસમોને પકડી લેવા વિવિધ દિશામાં તજવીજ હાથ ધરી છે.









