Sunday, December 7, 2025
HomeGujaratહળવદના સુખપર ગામે નર્મદા કેનાલ પરથી ૪ ઇલેક્ટ્રિક મોટરની ચોરી, અજાણ્યા ચોરો...

હળવદના સુખપર ગામે નર્મદા કેનાલ પરથી ૪ ઇલેક્ટ્રિક મોટરની ચોરી, અજાણ્યા ચોરો સામે ફરિયાદ

હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલ પરથી પિયત માટે વપરાતી ૫ હોર્સ પાવરની ૪ ઇલેક્ટ્રિક મોટરો અજાણ્યા ચોરોએ ચોરી કરી ગયા અંગે ફરિયાદ મામલે હળવદ પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં ધાંગધ્રા બ્રાંચની નર્મદા કેનાલની શક્તિનગર માઇનોર બ્રાંચમાં પિયત માટે લગાવવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટરોની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ફરિયાદી રમેશભાઇ સોંડાભાઇ પરમાર ઉવ.૪૧ રહે.ગામ શક્તિનગર સુખપર, તા.હળવદ વાળા દ્વારા હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૫/૧૨/૨૦૨૫ના સાંજના ૬ વાગ્યાથી તા.૦૬/૧૨/૨૦૨૫ના સવારે ૯ વાગ્યા દરમિયાન કોઇ પણ સમયે સુખપર ગામની “સગારીયા” તરીકે ઓળખાતી સીમમાં આવેલી નર્મદા કેનાલ પરથી પાંચ હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટર (દેડકા) કુલ ચાર નંગ કિ.રૂ.૬૦,૦૦૦/-ની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી લઈ ગયા હોય. હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!