ટંકારા તાલુકાના બંગાવડી ગામે શેરીમાં બેઠા યુવકની બાજુમાંથી સ્પીડમાં મોટરસાયકલ ચકાવી નીકળેલ મોટર સાયકલ ચાલકને ધીમું ચલાવવા કહેતા, એકદમ ઉશ્કેરાઈ ગયેલ મોટર સાયકલ ચાલક અને તેના માતાપિતા સહિત ત્રણેય લોકોએ યુવકને લાકડીઓ ફટકારી હતી. હુમલામાં ઘાયલ યુવકે ત્રણેય વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં દેવજીભાઇ લખમણભાઇ પડાયા ઉવ.૨૭ તેમના ઘરની બહાર શેરીમાં બેઠા હતા. તેઓએ ત્યાં પસાર થતા એક મોટરસાયકલને ધીમું ચલાવવા કહ્યું, ત્યારે આરોપી શૈલેષભાઇ દાનાભાઇ પડાયાએ પ્રથમ દેવજીભાઈને ગાળો આપી બાદ થોડા સમય પછી આરોપી દાનાભાઇ માલાભાઇ પડાયા સાથે લાકડી લઈને આવી અને વાંસાના ભાગે મુંઢ તથા કાનની પાછળ ભાગે લાકડી વડે હુમલો કર્યો હતો, અને આરોપી ગંગાબેન દાનાભાઇ પડાયા દ્વારા વાંસાના ભાગે સુકા બોરડીનું ઝાડ ફટકારવામાં આવ્યું હતું. હાલ ટંકારા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









