ટંકારા પોલીસ સ્ટેશન સામે રાજકોટ-મોરબી હાઈવે ઉપર ઓરા કારમાંથી વિદેશી દારૂની ૫૦ બોટલ સાથે એક મહિલા સહિત બે વ્યક્તિઓની ટંકારા પોલીસે અટક કરી છે. આ સાથે પોલીસે કાર તથા દારૂ સહિત રૂ. ૪.૭૫ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
ટંકારામાં રાજકોટ-મોરબી હાઈવે રોડ પર, ટંકારા પોલીસ સ્ટેશન સામે ગઈકાલ તા.૦૮/૧૨ ના રોજ ટંકારા પોલીસ વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન ઓરા કાર રજી.નં.જીજે-૩૬-એજે-૨૯૫૮ ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૫૦ નંગ બોટલ કિ.રૂ.૬૫,૦૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી સંજયભાઈ દેવદાનભાઈ ડાંગર રહે. જશાપર કકાનગઢ શેરી તા. માળીયા(મી) તથા આરોપી જયોતીબેન સંદિપભાઇ લાલજીભાઇ ધરજીયા ઉવ.૩૪ રહે.નવાગામ આણંદપર રંગીલા મેઇન રોડ તા.જી.રાજકોટવાળાની અટકકયત કરવામાં આવી હતી. ત્યારે પકડાયેલ બંને આરોપીઓની પૂછતાછમાં અન્ય એક આરોપી રામદેવસિંહ ગોહિલ રહે.રાજકોટ વાળાનું નામ ખુલતા તેને આ કેસમાં ફરાર જાહેર કરીને પોલીસે કાર, બે મોબાઇલ તથા વિદેશી દારૂ સહિત, ૪.૭૫લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે









