Wednesday, December 10, 2025
HomeGujaratમોરબીમાં સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરતી સક્રિય ચાર ગેંગનો પર્દાફાશ, ખાતા ધારકો-એજન્ટો...

મોરબીમાં સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરતી સક્રિય ચાર ગેંગનો પર્દાફાશ, ખાતા ધારકો-એજન્ટો સહિત કુલ ૧૫ શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબી સાયબર ક્રાઇમ પોલીસે “સમન્વય” અને “NCCRP” પોર્ટલની માહિતીની આધારે બેંક ખાતા ભાડે આપનારાથી લઈને ચેક મારફતે નાણા ઉપાડનારા ૧૫ માંથી ૭ આરોપીઓની ધરપકડ.

- Advertisement -
- Advertisement -

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમે ચાર અલગ ફરિયાદોમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે કરતી ચાર ગેંગનો ભાંડો ફોડ્યો છે. જેમાં ખાતા ધારકો પોતાનાં એકાઉન્ટ ફક્ત રૂ. ૨૦૦૦ની લાલચમાં એજન્ટોને આપતા હોવાના આંચકારૂપ ખુલાસા થયા છે. એજન્ટો આ એકાઉન્ટોમાં સાયબર ફ્રોડથી આવેલી રકમ જમા કરાવી ચેક-એટીએમ મારફતે રૂપિયા ઉપડાવી મુખ્ય માસ્ટરમાઇન્ડ સુધી પહોંચાડતા હતાં. તમામ ચાર ફરિયાદમાં કુલ ૧૫ શખ્સો સામે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી ૭ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

આ બેંક એકાઉન્ટોમાં પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ સાથે સીધા જોડાયેલા હોવાનું “સમન્વય” તપાસમાં સાબિત થયું હતું. જ્યારે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ બે ફરિયાદોમાં સિન્ડીકેટ દ્વારા અનેક રાજ્યોમાં છેતરપીંડી કરી નાણા જમા કરાવી મોરબી મારફતે સગેવગે કરવામાં આવતાં હતાં. હાલ સાયબર ક્રાઇમ પોલીસ ટીમે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ તમામ આરોપીઓ સામે ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.

મોરબી સાયબર ક્રાઇમ બ્રાંચે ચાર જુદી જુદી ફરિયાદોમાં સાયબર ફ્રોડથી મેળવાયેલા નાણાં બેંક ખાતાઓ મારફતે સગેવગે કરનાર ચાર અલગ ગેંગનો પર્દાફાશ કરી મોટું નેટવર્ક ઝડપી લીધું છે. જેમાં કુલ ૧૫ શખ્સો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી ૭ આરોપીઓને ઝડપી લેવાયા છે. ગેરકાયદેસર રીતે બેંક એકાઉન્ટ ભાડે આપવાથી લઈને ચેક દ્વારા નાણા ઉપાડવાના રેકેટ સુધીનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં પ્રથમ કેસમાં શનાળા રોડની કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટ નંબર 8848439617 માં થયેલી લાખોની ટ્રાન્ઝેક્ટશન્સના આધારે તપાસ શરૂ થઈ હતી. આ એકાઉન્ટ આરોપી રોહિતભાઈ બચુભાઈ મુંઝારીયા નામે હોવાનું સામે આવ્યું હતું. રોહિતભાઈએ માત્ર રૂ.૨૦૦૦/-ની લાલચે પોતાનું એકાઉન્ટ આરોપી ભરતભાઈ પરસોત્તમભાઈ બારડને આપ્યું હતું. ત્યારબાદ ભરતભાઈએ પોતાનું તથા ઓળખીતાઓના અનેક બેંક ખાતા ઇન્ડસઇન્ડ, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, એસબીઆઈના ખાતામાં ફ્રોડનાં નાણાં ઉપાડવા માટે આરોપી મનીષભાઈ ડાયાભાઈ દોશીને કમિશન ઉપર આપ્યા હતા. આરોપી મનીષ દોશી ચેક વડે નાણા ઉપડાવી ખાતાધારકોને માત્ર રૂ.૨૦૦૦/- આપતો હતો. “સમન્વય” પોર્ટલ તપાસમાં આ ખાતું પશ્ચિમ બંગાળના પુર્બા મેદીનીપુર જીલ્લામાં થયેલા સાયબર ફ્રોડ સાથે સીધું જોડાયેલ હોવાનું સાબિત થયું હતું. આ કેસમાં આરોપી (૧)ભરતભાઈ પરસોત્તમભાઈ કાનજીભાઈ બારડ રહે.નવલખી રોડ રણછોડનગર-૧ મોરબી, (૨)રોહિતભાઈ બચુભાઈ મુંઝારીયા રહે.મહેન્દ્રપરા શેરી નં.૧૪ હાલ રહે.રવાપર ગામ મોરબી, (૩)રાહુલ બચુભાઈ મુંઝારીયા રહે. રવાપર ગામ મોરબી, (૪)રાજા રામભાઈ મકવાણા રહે.દલવાડી સર્કલ પ્રધાનમંત્રીઆવસ યોજના મકાનમાં મોરબી, (૫)લક્ષ્મણભાઈ ભરવાડ રહે. વાવડી રોડ મનીષ વિદ્યાલય સામે મોરબી તથા (૬)મનીષભાઈ ડાયાભાઈ દોશી રહે.નવા બસ સ્ટેન્ડ સામે સદગુરુ પાન વાળી શેરી મોરબી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

બીજી ફરિયાદમાં આનંદભાઈ અને કરણભાઈ હળવદીયાએ પોતાના સગાના નામે બેંક એકાઉન્ટ તેમની જાણ બહાર ખોલાવી લીધા હતા. ત્યારબાદ પોતાના એજન્ટો વિપુલભાઈ ગડા અને હેમુભાઈ મારફતે સાયબર ફ્રોડથી આવેલી રકમ આ ખાતાઓમાં જમા કરાવી ચેક મારફતે ઉપડાવી લેતા અને આ રૂપિયા બાદમાં મોરબીથી મુંબઇ અને અમદાવાદ સ્થિત આરોપીને આંગડીયા મારફત મોકલી આપવામાં આવતા. બેંક ખાતામાં આવેલ આ રકમ સાયબર ફ્રોડનાં નાણા હોવાનું જાણવા છતા આ ચારેય આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂ રચીને રકમ સગેવગે કરી આર્થિક લાભ મેળવ્યો હતો. ત્યારે એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (૧)આનંદભાઇ સોમાભાઇ હળવદીયા ઉવ.૩૨ રહે. આનંદનગર શેરી નં.૩ શનાળા રોડ મોરબી, (૨)કરણભાઇ સોમાભાઇ હળવદીયા રહે. આનંદનગર શનાળા રોડ મોરબી, (૩)વિપુલભાઇ રામજીભાઇ ગડા રહે. અંધેરી મુંબઈ તથા (૪)હેમુભાઇ રહે. અમદાવાદ વાળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

ત્રીજી ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેમાં આરોપી યશપાલ જીતેન્દ્ર દવે રહે. ૧૪૨, અરુણૉદયનગર સામાકાઠે મોરબી અને આરોપી રજનીભાઈ કાંતીભાઈ પટેલ રહે.અરુણોદય સોસાયટી સામાકાંઠે મોરબી સામે ગુનો નોંધાયો છે. જેમાં આરોપી યશપાલે પોતાના બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ સ્વીકારી ચેક દ્વારા ઉપાડી આરોપી રજનીભાઈને આપેલી હતી. તપાસમાં ખુલ્યું કે આ બંનેએ જાણી જોઈને સાયબર ફ્રોડના નાણાં સગેવગે કર્યા હતા અને માસ્ટરમાઇન્ડ્સને સહાયતા કરી હતી.

જ્યારે ચોથી ફરિયાદ પણ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં આરોપી (૧) વર્સ વિજેન્દ્રસીંઘ ધામા રહે. વૃદાવન પાર્કમાં એપાર્ટમેન્ટ-૧૦૧ કર્ણાવતી હોટલ પાસે મોરબી-૨, (૨)આયુષરાજસિંહ જાડેજા રહે.અનંતનગર ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨ તથા (૩)દિવ્યરાજસિંહ જાડેજા રહે.અનંતનગર ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨ તથા તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધાયો છે. આ ત્રણેયે એકબીજાની મદદગારી કરી ગુનાહિત સિન્ડીકેટ બનાવી અનેક રાજ્યોમાં છેતરપીંડી કરી સાયબર ફ્રોડની રકમ મોરબીના બેંક ખાતાઓ મારફતે સગેવગે કરી હતી. આરોપી વર્સ ધામાના એચડીએફસી બેંક ખાતામાં ભરેલ રકમ ચેક તેમજ એટીએમ મારફતે ઉપડાવી નાણા આગળ મોકલવામાં આવતા હતા. ત્યારે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!