માળીયા(મી) તાલુકાના જાજાસર ગામની સીમમાં પવનચક્કીમાં અચાનક લાગી ગયેલી આગ ઉપર મોરબી ફાયર વિભાગે ઝડપી કાર્યવાહી કરી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
ગઈ રાત્રીના આશરે ૧૧:૩૦ વાગ્યે જાજાસર ગામની સીમમાં આવેલી પવનચક્કીના ઉપરના ભાગે તેમજ નીચે પેનલ વિસ્તારમાં અજાણ્યા કારણસર આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી સમયસર કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે









