મોરબી તાલુકાના બરવાળા રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા ટ્રક સાથે અકસ્માત થતાં ૪૨ વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ સરકારી હોસ્પિટલ ખસેડતાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અ.મોતની નોંધ મુજબ, મૃતક રાજીવરંજન નાગેશ્વર ઝા રહે.કુબેરનગર મોરબી વાળા ગઈકાલે તેમના મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે બરવાળા રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા ટ્રકે ટક્કર મારી હતી. જે અકસ્માત બાદ તેમને મોરબી આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા, જે બાદ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડતાં જ્યાં હાજર તબીબે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









