મોરબીમાં આવેલ એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડમાં ચાલતા સમયે અચાનક ગભરામણ થતા ૨૫ વર્ષીય યુવકનું મોત થયું હોવાના બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી છે.
મોરબી શહેરના ગાયત્રીનગર વાવડી રોડ ખાતે રહેતા રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા ઉવ.૨૫ ગઈકાલે એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડમાં વોકિંગ કરી રહ્યા હતા. ત્યારે ચાલતા-ચાલતા અચાનક તેમને ગભરામણ થતાં તેઓ બેહોશ થઈ ઢળી પડ્યા હતા. જેથી તેઓને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં હાજર તબીબે જોઈ તપાસી રાજેશકુમારને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના આ બનાવ અંગે પોલીસે અ. મોતની નોંધ કરી છે









