મોરબીના વીસીપરા મદીના સોસાયટી વિસ્તારમાં ૫૫ વર્ષીય પ્રૌઢ મહિલાને પતિએ ઘરકામ બાબતે બોલતા, જેનું મનમાં લાગી આવતા મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અ.મોત મુજબ, રહેમતબેન ઓસમાણભાઈ સુમરા ઉવ.૫૫ રહે. મદીના સોસાયટી વીસીપરા વાળાએ ગઈકાલ તા.૧૧/૧૨ ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ તેમના પતિએ ઘરકામ અંગે બોલ્યાને કારણે મનમાં લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ તુરંત પરિવારજનો તેમને મોરબી સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી રહેમતબેનને મૃત જાહેર કર્યા હતા









