મોરબી શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકો અને સેવિકાઓની ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લામાં મોરબી વિસ્તારમાં સુ વ્યવસ્થિત ટ્રાફિક નિયમન માટે મોરબી જીલ્લા ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે માટે ઉમેદવારો અમુક લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. જેમાં ઉમેદરોની ઉમર ૧૮ થી ૪૦ વચ્ચેની હોય, શૈક્ષણિક લાયકાત ધો.૯ પાસ હોય, પુરૂષો માટે ઉચાઇ ૫(ફુટ) ૫ (ઇંચ) તથા મહિલાઓ માટે ઉચાઇ ૫ (ફુટ), મોરબી શહેર તથા હળવદ તથા વાંકાનેર શહેર માટે ભરતી હોવાથી જે તે મહાનગરપાલિકા/નગરપાલિકા વિસ્તારના વતની હોવા જોઇએ. જેની વિરૂધ્ધ કોઇપણ ગુન્હો નોંધાયેલ હોવા જોઇએ નહિ, આ અંગે નિયત થયેલ અરજી ફોર્મ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ માંથી મેળવી શકાશે. ઉમેદવારે પોતાનુ ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૧૫/૦૧/૨૦૨૬ સુધીમાં સો-ઓરડી રોડ કલેકટર કચેરીની બાજુમાં પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ માં આપવાના રહેશે. આ લાયકાતો ધરાવતા મોરબી-હળવદ-તથા વાંકાનેર શહેરના પુરૂષ તેમજ મહિલા માનદ સેવકોને પસંદ કરવામાં આવશે.









