ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે. જેથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેના વિરુધ્ધ કાર્યવાહી કરવા ગુજરાત રાજય ગાંધીનગરના ડી.જી.પી દ્વારા સુચના આપવામાં આવી હતી. જે અન્વયે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી બે ઈસમોના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ડી.વાય.એસ.પી.પી.એ.ઝાલાની અધ્યક્ષતામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એન.પરમાર દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી હતી. જેમાં આજરોજ દેશીદારૂ વેચાણ કરતા જુસબ ઉફે જુસો હબીબભાઇ જામના મફતીયાપરા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામે આવેલ મકાનનું ડિમોલિશન કરી રૂ.પ०,००,०००/-ની કિંમતની આશરે ૨૦ ચોરસ મીટર જમીન તેમજ શરીર સબંધી ગુન્હામા સંડોવાયેલ વલ્લીમામદ હબીબભાઇ જામના મફતીયાપરા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ સામે આવેલ મકાન રૂ.પ०,००,०००/-ની કિંમતની આશરે ૨૦ ચોરસ મીટર જમીનનું લગત વિભાગ સાથે સંકલન કરી ડિમોલિશન કરવામાં આવ્યું છે.









