મોરબી જીલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલ દ્વારા દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, પીન્ટુ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા (રહે-રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે મોરબી)ના વાડામાં ઈગ્લીશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. જે હકિકતનાં આધારે રેઈડ કરતા વાડામાંથી પીંટુભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ ખાંભલા હાજર મળી આવતા તેમજ વાડામાથી ઇગ્લીશ દારૂની કુલ ૧૦૬ બોટલનો કુલ રૂ,૧,૧૭,૩૪૨/- નો મુદામાલ સાથે હાજર મળી આવતા તેમજ માલ મોકલનાર દેવેન્દ્રસિંહ હાજર નહી મળી આવતા આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે









