Tuesday, December 16, 2025
HomeGujaratમોરબી: જુગારમાં હાર બાદ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

મોરબી: જુગારમાં હાર બાદ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસથી કંટાળીને યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, ચાર સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં જુગારમાં હારી ગયેલા ૨૨ લાખ રૂપિયાની ચૂકવણી માટે ઉંચા વ્યાજે નાણા લીધા બાદ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મિસ્ત્રી કામના કારીગરે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ મામલે ભોગ બનનારની પત્નીની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે ચાર આરોપીઓ સામે બીએનએસ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ ઉમિયા સોસાયટી રામભક્તિ એપાર્ટમેન્ટ સામે રહેતા ડીમ્પલબેન અમિતભાઈ નૌતમભાઈ વડગામા ઉવ.૩૭એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દીપકસિંહ વાઘેલા રહે. નાની બજાર મોરબી, આકાશ કાથરાણી રહે. રાજકોટ, રણેશભાઈ રામભાઈ બોરીચા રહે. છાત્રાલય રોડ પંચવટી સોસાયટી મોરબી તથા ભગવાનભાઈ કુંભરવાડીયા રહે.રવાપર ઘુનડા રોડ શિવશક્તિ સોસાયટી મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના પતિ અમિતભાઈ મિસ્ત્રી કામ કરે છે. ત્યારે વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં અમિતભાઈએ દિપકસિંહ વાઘેલા સાથે જુગારમાં રૂ.૨૨ લાખ હારી ગયા હતા. આ રકમ ચૂકવવા માટે તેમણે આકાશ કાથરાણી પાસેથી રૂ.૧૦ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. વ્યાજ અને મુદલની રકમ વસૂલવા માટે આરોપી આકાશ કાથરાણીએ ધાક-ધમકી આપી બળજબરીપૂર્વક તેમના બે ફ્લેટના વેચાણ દસ્તાવેજ કરાવી લીધા હતા. આ ઉપરાંત જુગારની રકમ ચુકવવા માટે અમિતભાઈએ રમેશભાઈ બોરીચા પાસેથી સાડા પાંચ લાખ અને ભગવાનભાઈ કુંભરવાડીયા પાસેથી અઢી લાખ રૂપિયા પાંચ ટકાના વ્યાજે લીધા હતા. શરૂઆતમાં તેઓ વ્યાજ ચૂકવતા રહ્યા પરંતુ છેલ્લા બે મહિનાથી અમિતભાઈની તબિયત બગડતા વ્યાજ ચૂકવી શક્યા નહોતા. જેના કારણે તમામ આરોપીઓ દ્વારા અમિતભાઈ તથા તેમના પિતાને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.

હાલ અમિતભાઈએ અત્યાર સુધી દિપકસિંહ વાઘેલાને રૂ.૧૮.૫૦ લાખ ચૂકવી દીધા છે, છતાં હજુ રૂ.૩.૫૦ લાખ બાકી હોવાનું કહી સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ માનસિક દબાણ અને ઉઘરાણીના ત્રાસથી કંટાળીને અમિતભાઈએ તા.૧૩/૧૨ના રોજ મોરબી વાવડી ચોકડી પાસે ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!