Wednesday, December 17, 2025
HomeGujaratપ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરતી હળવદ પોલીસ

પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરતી હળવદ પોલીસ

હળવદ વિસ્તારમાં પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હળવદ પોલીસે આરોપીની અટકાયત કરી વડોદરા જેલ હવાલે કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક, વાંકાનેર વિભાગની સુચના મુજબ જીલ્લામાં પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા તત્વોના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી પાસા તથા હદપારી જેવા અસરકારક અટકાયતી પગલા લેવા સુચના આપવામાં આવી હતી. આ સુચનાના અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા ઇસમ સુરેશ જેસીંગભાઇ સુરેલા વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી હતી. જેને આધારે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી સામે પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. પાસા વોરંટ મળ્યા બાદ આરોપીની તાત્કાલિક અટકાયત કરવા હળવદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી આરોપી સુરેશ જેસીંગભાઇ સુરેલા રહે. ગામ ગોલાસણ તા. હળવદ વાળાને પકડી પાસા એક્ટ હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!