મોરબી: સરકાર દ્વારા વિદ્યાર્થીઓના માધ્યમિક અભ્યાસ માટે વિવિધ સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓ વર્ષોથી ઉપલબ્ધ છે. વાલીએ જયારે પણ ખાનગી શાળામાં પ્રવેશ લે ત્યારે એ માન્યતા પ્રાપ્ત છે કે નહિ તેની ચકાસણી કરી પછી જ વિદ્યાર્થીઓને એડમીશન અપાવે એવી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશ એમ. મોતા દ્વારા વાલીઓને અપીલ કરાઈ છે. કેટલાક વાલીઓ દ્વારા કિષ્ના સ્કુલ મહેન્દ્રનગરની ફરિયાદ આવી છે. એ સંદર્ભે જણાવવાનું કે એ સ્કુલની હાઇસ્કુલની માન્યતા નથી માટે કોઈએ એડમીશન લેવું નહિ જેની સર્વે વાલીઓએ નોંધ લેવી. તેમ કે.એમ.મોતા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી દ્વારા જણાવાયુ છે.









