મોરબી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીના જીલ્લા અને તાલુકામાં ચાલી રહેલ યોગ ટ્રેનર અને કોચ દ્વારા ચાલતા ક્લાસમાં કંઈક નવીનતાનો ઉમેરો થાય તે તેમજ તેમના જ્ઞાન કૌશલમાં વધારો થાય તે હેતુથી યોગ બોર્ડ દ્વારા એક દિવસીય રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું.
આ તાલીમમાં મોરબી જીલ્લા અને તાલુકાના દરેક કોચ અને ટ્રેનર દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગને વધારે ઉત્સાહભેર બનાવવા માટે મોરબીના આયુર્વેદિક હોસ્પિટલના ડૉ.ખ્યાતિબેન દ્વારા આયુર્વેદ વિશે જ્ઞાન આપવામાં આવ્યું. જ્યારે પતંજલિના મહિલા પ્રભારી ભારતીબેન દ્વારા યોગનું મહત્વ અને યોગ દ્વારા સેવા ભાવ સમજાવવામાં આવ્યો હતો. યોગબોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણી દ્વારા યોગ બોર્ડના નિયમો અને યોગના અભ્યાસક્રમમાં આગળ કઈ રીતે વધી શકાય તે બાબતે સમજણ આપવામાં આવી તથા જીલ્લા કો-ઓર્ડીનેટર દેવાંશ્રીબેન દ્વારા અભ્યાસક્રમના દરેક પ્રેક્ટીકલ આસનો અને પ્રાણાયામ તથા ધ્યાન વિશે માહિતી આપવામાં આવી હતી. યોગ બોર્ડના ટ્રેનર્સ દ્વારા નેચરોપથીની સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં યોગ બોર્ડના કોચ જીગ્નેશભાઈ, દિપાલીબેન, વૈશાલીબેન તથા પૂજાબેને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી તથા યોગ ટ્રેનર દેવાંશીબેન ત્થા મયુરભાઈ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.









