મોરબી શહેરના લાયન્સનગર વિસ્તારમાં એક યુવક તથા બગથળા ગામની સીમમાં સગીરના અપમૃત્યુના બે અલગ-અલગ બનાવ નોંધાયા છે. બંને ઘટનાઓમાં મોરબી સીટી અને તાલુકા પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી, મૃત્યુના કારણો અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવની પ્રાપ્ત વિગત મુજબ, ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા ઉવ.૩૫ રહે. લાયન્સનગર નવલખી રોડ મોરબી-૨ ગઈકાલ તા.૧૬/૧૨ના રોજ કોઈ કારણોસર અચાનક મૃત્યુ થયું હતું. બાદમાં તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવર, જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા, બી ડિવિઝન પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ શરૂ કરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં મરણ જનાર સગીર ચકાભાઈ હરસીંગભાઈ ભુરીયા ઉવ.૧૭ રહે. હાલ બગથળા ગામની સીમમાં રમેશભાઈ ચતુરભાઈ મેરજાની વાડીએ તેમજ મૂળ વતન કાકડખીલા તા. ધાનપુર જી. દાહોદ વાળાને ગઈકાલે તા.૧૬/૧૨ના રોજ ઘરકામ બાબતે પિતાએ ઠપકો આપતાં મનમાં લાગી આવ્યું હતું. જેથી મૃતક ચકાભાઈએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.









