ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ સરકારી હોસ્પિટલએ પહોંચી મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી
મોરબીમાં અકસ્માતોનાં બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે મોરબી જિલ્લામાં બે અકસ્માતના બનાવો સામે આવ્યા છે. જેમાં એકે બનાવમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બનાવમાં ટ્રેકટરનો બુકડો બોલી ગયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં આજે આજે વહેલી સવારે અકસ્માતના બે બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં પ્રથમ બનાવમાં મોરબીના ચાચાવદરડા ગામ નજીક દિયોદર થી દ્વારકા પદયાત્રાએ જતા ચાર પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં ડમ્પરે પદયાત્રા કરતા ચૌધરી દિલીપભાઈ રયાભાઈ (દિયોદર), ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ (દિયોદર), ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ (બનારસકાંઠા) તથા ચૌધરી અમજભાઈ લાલાભાઇ (બનારસ કાંઠા)ને હડફેટે લેતા ચારેયના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જયારે બીજા અકસ્માતમાં ટંકારા નજીક ટ્રક અને ટ્રેક્ટરનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે,અકસ્માતમાં ટ્રેકટરનો બુકડો બોલી ગયો હતો.









