મોરબી શહેરના જવાન ગણેશ પરમાર ડયૂટી દરમ્યાન ગત 9 ડિસેમ્બરે સિકંદરાબાદમાં શહીદ થયા હતા. જેમના પરિવારની ગઈકાલે રાત્રે મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને સહાય અર્પણ કરવામાં આવી હતી.
ગઈકાલે રાત્રે મોરબીનાં દલવાડી સમાજનાં યુવાન સ્વ.ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેનામાં ફરજ પર શહીદ થયા હતા. તેમનાં પરિવારની મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા મુલાકાત કરી શાંત્વના પાઠવવામાં આવી હતી અને ૭૫,૦૦૦/- જેટલી રકમની સહાય પણ તેમનાં પરિવારને મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી.









