તા. 18ના રોજ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)ના હેડ ઓફિસ માર્કેટિંગ અને સેલ્સ વિભાગ દ્વારા મોરબીના Ceramic Association Hall ખાતે ગ્રાહક સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન સિરામિક તેમજ પેપર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને GMDC ટીમ વચ્ચે સકારાત્મક અને રચનાત્મક ચર્ચા યોજાઈ હતી.
આ અવસરે શ્રી નીરજ પટેલ તથા શ્રી ડી. કે. પટેલ દ્વારા GMDCની ભવિષ્યની દ્રષ્ટિ અને વ્યૂહરચના અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલ પ્રશ્નોત્તરી સત્રમાં ઉદ્યોગ પ્રતિનિધિઓના પ્રશ્નોને સ્પષ્ટતા અને ગંભીરતા સાથે નિવારવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે સિરામિક એસોસિયેશન, પેપર ઉદ્યોગના પ્રતિનિધિઓ તથા મોરબીના તમામ ગ્રાહકોનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









