Friday, December 19, 2025
HomeGujarat“તેરા તુજકો અર્પણ” અંતર્ગત મોરબી સાયબર ક્રાઇમ દ્વારા ફ્રોડમાં ગયેલ રૂપિયા ૪૧.૮૧...

“તેરા તુજકો અર્પણ” અંતર્ગત મોરબી સાયબર ક્રાઇમ દ્વારા ફ્રોડમાં ગયેલ રૂપિયા ૪૧.૮૧ લાખની રકમ મૂળ માલિકને પરત અપાઈ

ગુજરાત પોલીસના પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત વાંકાનેર મોરબી સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ફ્રોડમાં ગયેલ રૂ.૪૧,૮૧,૬૮૦/-ની રકમ તેના મૂળ માલિકને પરત અપાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુન્હો દાખલ થયો હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ આઇ.ડી. તથા નંબરથી યુઝર રજીસ્ટર કરી સરકાર તરફથી આઇસગેટ સ્કીમ અંતર્ગત મળેલ ૨૯ રોડટેપ સ્ક્રીપ જેની કિંમત રૂા.૭૧,૪૫,૬૧૬/- ની છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. જે ગુન્હાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મોરબીને સોપતા પોલીસ ઇન્સપેકટર દ્વારા અલગ અલગ રાજય ખાતે તપાસ કરી .૪૧,૮૧,૬૮૦/- રીકવરી કર્યા હતા. જે રીકવર કરેલ રકમ ફરીયાદીને કોર્ટના હુકમ મુજબ આજ રોજ ‘તેરા તુજકો અર્પણ” અંતર્ગત પરત આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!