નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપની ઓફિસ સામે નારે બાજી કરી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો.જેના જવાબમાં ભાજપ દ્વારા પણ નારા લગાવાયા હતા.
નેશનલ હેરાલ્ડ કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાંસદ સોનિયા ગાંધીને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. આ મામલામાં તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે જે ચાર્જશીટ દાખલ કરી હતી તેને દિલ્હીની કોર્ટે ફગાવી દીધી છે અને તેની નોંધ લેવાની ના પાડી દીધી છે. એટલુ જ નહીં આ સાથે જ ઇડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે જે મની લોન્ડરિંગની ફરિયાદ દાખલ કરી હતી તેને પણ ફગાવી દીધી છે. ત્યારે આ ઘટનાને લઇ મોરબીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘સત્યમેવ જયતે’ અને ‘ન્યાય મેવ જયતે’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, તેના જવાબમાં સામે ભાજપ કાર્યકરોએ પણ નારેબાજી કરી હતી.









