વાંકાનેરની જામસર સી.આર.સી. ની પીએમશ્રી વરડુસર પ્રા.શાળા ખાતે આજ રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ યુનિફ્રોમ આપવા તથા સાયન્સ લેબ ઉદ્ઘાટન સહિતના કાર્યકરોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વાંકાનેર તાલુકાની જામસર સી.આર.સી. ની પીએમશ્રી વરડુસર પ્રા.શાળા ખાતે આજ રોજ બાળકોના આઈ કાર્ડ અને સ્પોર્ટ યુનિફ્રોમ, વિતરણ ટી.એલ.એમ વર્કશોપ તથા સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકા બી.આર.સી. કો.ઓર્ડીનેટર મહમદ જાવીદબાઈ જામ, સી.આર.સી. કો.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ, મોરબી જીલા શિક્ષણ સંઘ પ્રતિનિધિ આલ દેવરાજભાઈ, તાલુકા એમ.આઈ.એસ. ઈરફાનભાઈ, રાજગઢ પ્રા.શાળા આચાર્ય ચૌધરી રાકેશભાઈ, પંચાસીયા શાળાના આચાર્ય મહેબૂબભાઈની હસ્તે આઈ કાર્ડ અને યુનિફ્રોમ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પીએમશ્રી શાળા વિશે બી.આર.સી. કો.ઓર્ડીનેટર બાદી જાવિદભાઈ દ્વારા શાળાના બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર સંચાલક પીએમશ્રી શાળાના આચાર્ય પંડ્યા ચિરાગભાઈ દ્વારા ખુબ સરસ રીતે કરવામાં આવ્યું હતું અને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્મને સફળ બનાવવામાં આવ્યો હતો.









