વાંકાનેર તાલુકાના મહિકા ગામે આવેલ કોમ્પ્લેક્ષમાં ભાડા કરાર કર્યા વિના ૨૨ જેટલી દુકાનો ભાડે આપવામાં આવી હોવાનું વાંકાનેર તાલુકા પોલીસ ટીમની તપાસની કામગીરીમાં સામે આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ કોમ્પ્લેક્ષના માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના મહિકા ગામના પુલ પાસે રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષમાં તપાસ દરમ્યાન કોમ્પ્લેક્ષના માલિક ઉસ્માનભાઈ આહમદભાઈ બાદી ઉવ.૬૫ રહે.મહિકા ગામ તા.વાંકાનેર વાળા દ્વારા કોમ્પ્લેક્ષમાં આવેલી કુલ ૨૨ દુકાનો ભાડા કરાર કર્યા વગર તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન અને સંબંધિત કચેરીમાં માહિતી આપ્યા વગર ભાડે આપવામાં આવી હતી. આથી આરોપી કોમ્પ્લેક્ષ માલીક વિરુદ્ધ મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









