વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે કોટડા નાયાણી ગામની સીમમાં નદી કાંઠે રેઇડ કરી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતા ઠંડા આથાનો વિશાળ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, કોટડા નાયાણી ગામે છત્તર જવાના રસ્તે નદી કાંઠે મયુર લોરીયા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે, જે બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરવામાં આવી હતી, રેઇડ દરમિયાન અલગ અલગ બેરલમાં ભરેલ ઠંડો આથો ૧૨૦૦ લીટર કિ.રૂ.૩૦ હજાર મળી આવ્યો હતો. જ્યારે આરોપી મયુરભાઈ મનસુખભાઇ લોરીયા રહે.કોટડા નાયાણી વાળો સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તેને પોલીસે ફરાર દર્શાવી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









