વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધને સારવાર માટે લઈ જતાં માર્ગમાં અચાનક હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર શહેરના જીનપરા પ્રતાપપરા શેરી નં.૭ ખાતે રહેતા વિનોદરાય પ્રુભુલાલ કટારીયા ઉવ.૬૨ લાંબા સમયથી ડાયાબિટીસની બિમારીથી પીડાતા હતા. ત્યારે ગત તા. ૧૮/૧૨/૨૦૨૫ના રોજ તેમની તબિયત બગડતાં પરિવારજનો તેમને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગમાં તેઓ અચાનક બે-ભાન થઈ ગયા હતા અને હાર્ટ એટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું. હાલ મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









