વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બે અલગ અલગ સ્થળોએ દરોડા કરી વર્લી ફીચર્સના અલગ અલગ આંકડાઓ નોટબુકમાં લખી નસીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમતા કુલ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ દરોડામાં વીસીપરા ચોકમાં આરોપી જીતેન્દ્રભાઈ ગોરધનભાઇ નગવાડીયા ઉવ.૩૫ રહે. મિલ પ્લોટ વાંકાનેર વાળાને વર્લીમટકાનો જુગાર રમી રમાડતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૧,૨૫૦/- કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં શહેરના મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં વર્લી ફિચર્સનો જુગાર રમતા આરોપી ફિરોઝભાઈ હશનભાઈ કટીયા ઉવ.૪૨ રહે. મિલ પ્લોટ વાંકાનેર વાળાને રોકડા રૂ.૧,૪૫૦/-સાથે અટકાયત કરવામાં આવી છે. આ સાથે વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.









