Sunday, December 21, 2025
HomeGujaratમોરબીમાં ક્રિષ્ના પાર્ટી પ્લોટના પાર્કિંગમાંથી એક જ રાત્રીમાં બે મોપેડની ચોરી

મોરબીમાં ક્રિષ્ના પાર્ટી પ્લોટના પાર્કિંગમાંથી એક જ રાત્રીમાં બે મોપેડની ચોરી

મોરબી-રાજકોટ બાયપાસ પાસે આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટના વાહન પાર્કિંગના સ્થળે પાર્ક કરેલ બે સુઝુકી કંપનીના ઍક્સેસ મોપેડ કોઈ અજાણ્યા વાહન ચોર ચોરી કરીને લઈ ગયા અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપી અજાણ્યા ઇસમો તથા ચોરી થયેલ બે મોપેડ અંગે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, મોરબીના નાની વાવડી ખાતે સમજુબાનગરમાં રહેતા હર્ષભાઈ હિતેશભાઈ કવૈયા ઉવ.૨૫ અને તેનો મિત્ર પંકજભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ એમ બન્ને મિત્રો ગત તા. ૦૬ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ મોરબી-રાજકોટ બાયપાસ પાસે આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવ નિમિતે ગયા હતા, ત્યારે બન્ને મિત્રો અલગ અલગ બે સુઝુકી એક્સએસ મોપેડ જેના રજી.નં. જીજે-૩૬-એએચ-૫૯૯૯ અને જીજે-૩૬-એજી-૧૪૦૦ લઈને ગયા હતા, જે બન્ને મોપેડ ક્રિષ્ના પાર્ટી પ્લોટના પાર્કિંગ સ્થળે પાર્ક કર્યા હતા, જે બાદ રાત્રીના એક વાગ્યે હર્ષભાઈ અને પંકજભાઈ ઘરે પરત જવા પાર્ટી-પ્લોટ બહાર નીકળી, પાર્કિંગમાં ગયા જ્યાં, ઉપરોક્ત બન્ને મોપેડ ત્યાં જોવામાં ન આવતા, મોપેડ માટે આજુબાજુમાં તપાસ કરતા મળેલ નહિ, જેથી નિયમ મુજબ પ્રથમ બન્ને મોપેડની ચોરી માટે ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ વાહન ચોરી અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, હાલ પોલીસે આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!