હળવદ તાલુકામાં માળીયા-હળવદ હાઇવે પર આવેલા નર્મદા કેનાલના સાયફનમાં ૪૫ વર્ષીય મહિલાનો મૃતદેહ મળતાં ચકચાર મચી છે. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
હળવદ શહેરના કુંભારપરા વિસ્તારમાં શાળા નં.૦૬ પાસે રહેતા જોશનાબેન દિલીપભાઇ જેસિંગભાઇ હડીયલ ઉવ.૪૫નો મૃતદેહ તા.૨૦/૧૨/૨૦૨૫ના રોજ માળીયા-હળવદ હાઇવે પર કંસારીયા હનુમાન મંદિર પાસે આવેલા નર્મદા કેનાલના સાયફનમાં પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પ્રાથમિક તપાસમાં જોશનાબેન કોઈ કારણસર કેનાલમાં પડી જવાથી ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે જાહેર કરનાર પ્રકાશભાઇ લવજીભાઇ હડીયલ પાસેથી મૃતકની પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી હળવદ પોલીસે આગળની તપાસ ચલાવી છે.









