મોરબીમાં નજરબાગ વિસ્તારમાં આવેલ ગાંધી સોસાયટીમાં છેલ્લી શેરીમાં હિતેશભાઈ બોચિયાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની મળેલ બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે રેઇડ કરતા, જ્યાંથી ઈંગ્લીશજ દારૂની અલગ અલગ બ્રાન્ડ તેમજ ક્ષમતાની ૨૦ નંગ બોટલ કિ.રૂ. ૬,૨૫૦/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી મકાન માલીક હિતેશભાઈ પ્રેમજીભાઈ બોચિયા ઉવ.૨૭ ની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.









