Monday, December 22, 2025
HomeGujaratહળવદમાં પત્ની સાથે મિત્રતાનું મનદુઃખ રાખી યુવકના હાથ પગ ભાંગી નાખનાર પાંચ...

હળવદમાં પત્ની સાથે મિત્રતાનું મનદુઃખ રાખી યુવકના હાથ પગ ભાંગી નાખનાર પાંચ વિરુદ્ધ ફરિયાદ

હળવદ ટાઉનમાં પત્ની સાથે મિત્રતા રાખનાર યુવક ઉપર લોખંડના પાઇપ, ધોકા સહિતના જીવલેણ હથિયારો સાથે હુમલો કરનાર પાંચ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ ટાઉનમાં ભવાનીનગર ઢોરો ખાતે રહેતા અશ્વિનભાઈ રામજીભાઈ સુરાણી ઉવ.૨૫ નામના યુવાને હળવદ પોલીસ મથકમાં આરોપી લાલજીભાઈ, પિન્ટુભાઈ રાજેશભાઇ કરમશીભાઈ ખાંભલીયા, નરોતમભાઈ જગાભાઈ રાવળદેવ તથા ભાવેશભાઈ ખાંભલીયા તમામ રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપી લાલજીભાઈની પત્ની સાથે ફરિયાદી અશ્વિનભાઈને મિત્રતા હોય જેનું મનદુઃખ રાખી ગત તા.૧૯/૧૨ ના રોજ અશ્વિનભાઈ સવારે પોતાનું ડમ્પર લઈને જવાના હોય ત્યારે ચાલીને જતા હતા તે દરમિયાન રસ્તામાં ભવાનીનગર ઢોરો શાળા નંબર ૧૦ પાસે પહોચતા ઉપરોક્ત આરોપી લાલજીભાઈ સહિત ત્રણેય સગાભાઈ લોખંડ પાઇપ, ધોકા લઈને આવી અશ્વિનભાઈને ગાળો આપી બેફામ માર મારવા લાગતા હતા, આ દરમિયાન આરોપી નરોતમભાઈ તેમજ આરોપી લાલજીભાઇ કાકા ભાવેશભાઈ પણ ત્યાં આવી જતા તેઓ પણ અશ્વિનભાઈને માર મારવા લાગેલ, ત્યારબાદ આરોપીઓએ અશ્વિનભાઈનો મોબાઇલમાં પણ ધોકા મારી તોડી નાખી નુકસાની કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારે આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઈ જતા તમામ આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જે બાદ અશ્વિનભાઈને સારવાર અર્થે હળવદ બાદ મોરબી સર્જરી હોસ્પિટલમાં દાખલ કર્યા જ્યાં અશ્વિનભાઈને હાથ પગમાં ફ્રેક્ચરની સારવાર ચાલુ કરેલ હતી. હાલ પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!