મોરબી તાલુકાના ઘુંટુ ગામે રામનગરી સોસાયટીમાં રહેણાંક મકાનના દરવાજાના નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તીજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૧,૧૯,૪૮૫/- ની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગામની રામનગરી સોસાયટીમાં ચોરીની એક ઘટના સામે આવી છે. જે ચોરીના બનાવ અંગે ડાહીબેન માવજીભાઈ ખીમજીભાઈ વાળા ઉવ.૬૫ રહે. રામનગરી સોસાયટી ઘુંટુ ગામ મૂળ રહેવાસી નાની મોલડી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું કે, ગત તા. ૧૮/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રીના અંદાજે બાર વાગ્યાથી બીજા દિવસે સવારના નવ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોરે ફરીયાદીના રહેણાંક મકાનના હોલ (ઓસરી)ના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રસોડાના સ્ટોરમાં રાખેલી તીજોરી ખોલી તેમાં રહેલા સોના-ચાંદીના નાના-મોટા દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૧,૧૯,૪૮૫/- ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.









