વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા પ્રોહીબીશન-જુગારની અસામાજીક પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા કામગીરી કરતા દરમિયાન વાંકાનેરના સરતાનપર ગામની સીમમા આવેલ સીરામીકના લેબર ક્વાટરમા રેઈડ કરી એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીનાં આધારે દ્વારા વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમા આવેલ સીરામીકના કારખાનામા આવેલ લેબર ક્વાટરમાં રેઈડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની ૨૯ બોટલનાં રૂ.૩૭,૫૦૦/- તથા અલગ-અલગ કંપનીના બીયરનાં ૧૪૪ ટીનનાં રૂ. ૨૦,૨૮૦/- તેમજ ૦૧ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૬૨,૭૮૦/-ના મુદ્દામાલ સાથેરાકેશભાઈ માનીકચંદ યાદવ નામના ઇસમોને પકડી પાડી તેમજ પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો આપનાર પ્રવિણભાઈ શીવાભાઈ જોગરાજીયા હાજર નહી મળી આવતા તેને શોધી કાઢવા ચક્રો ગતીમાન કરી બંન્ને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.









