મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં ઝાડ સાથે દોરી બાંધી પરપ્રાંતિય યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં જુના રફાળેશ્વર રોડ પર મિલેનીયમ કારખાનાની બાજુમાં આવેલી ખરાબાની જગ્યામાં પરપ્રાંતિય યુવકના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ગઈકાલ તા.૨૨/૧૨/૨૦૨૫ના રોજ બપોરના સમયે સંદીપકુમાર જટાસંકર યાદવ ઉવ.૨૫ રહે. ધ્વનપુર તા.ઔરાઇ જી.સંતરવિદાસનગર (યુ.પી.)એ ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળ્યું છે. યુવક ઝાડમાં લટકતી હાલતમાં મળતાં ઘટનાની જાણ મોરબી તાલુકા પોલીસને કરાઈ હતી. પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









