વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ખીજડીયા ગામે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી, દેશી દારૂ, વિદેશી દારૂની ૬ બોટલ તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગ જારેલ મોટર સાયકલ સહિતના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે આ ગોરખધંધામાં સંડોવાયેલ આરોપીનો ભાઈ પોલીસની રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને ભાઈઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન આરોપી નિલેશભાઈ રવજીભાઈ સોલંકી ઉવ.૨૯ રહે. ખીજડીયા ગામ તા.વાંકાનેર વાળાએ પોતાના હવાલાવાળા હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એજી-૯૯૮૧ વાળા મોટર સાયકલમાં દેશીદારૂ લીટર ૩ કિ.રૂ.૬૦૦/- તથા તેના ઘરમાથી દેશીદારૂ ભરેલ એક પ્લાસ્ટીકનો ૨૦ લીટરનો કેરબો જેની કિ.રૂ.૪૦૦૦/-તથા મકાનમાથી દેશીદારૂ બનાવવાનાભઠ્ઠીના સાધનો ગેસના બાટલા નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- તથા ટીનના બકડીયા નંગ-૨ કિ.રૂ.૨૦૦/- તથા સ્ટીલની બે થાળી જેમાં ભુંગળી ફીટ કરેલ તે કિ.રૂ. ૧૦૦/- તથા બે રેગ્યુલેટ૨ બર્નર સાથે કિ.રૂ. ૫૦૦/- પતરાના પાંચસો લીટરની ક્ષમતા વાળા ખાલી બેરલ નંગ-૨ તથા ઇગ્લીશ દારૂની ઓલ સીજન ગોલ્ડન કલેકશન રીજર્વ વ્હિસ્કીની બોટલ નંગ-૦૬ કિ.રૂ.૮૪૦૦/- એમ કુલ કિ.રૂ.૪૦,૮૦૦/-ના મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી સાગરભાઈ રવજીભાઈ સોલંકી રહે. ખીજડીયા તા.વાંકાનેર વાળો હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









