રમતી વખતે બનેલી દુર્ઘટનાથી શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ.
વાંકાનેર તાલુકાના વધાસીયા સીમમાં આવેલી ક્યુટોન સિરામિક ફેક્ટરીમાં કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિવર્સ આવતી ફોરવ્હીલ કાર દોઢ વર્ષની માસુમ બાળકી ઉપર ફરી વળતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદને આધારે પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના વધાસીયા ગામની સીમ વિસ્તારમાં આવેલી ક્યુટોન સિરામિક ફેક્ટરીમાં તા. ૨૦/૧૨/૨૦૨૫ના રોજ સાંજના અરસામાં કરૂણ અકસ્માત સર્જાયો હતો. ફેક્ટરી પરિસરમાં ફોર વ્હીલ કાર રજી.નં. જીજે-૦૭-એઆર-૦૦૧૪ ના ચાલકે કાર રિવર્સ લેતી વખતે ત્યાં રમતી દોઢ વર્ષની માસુમ બાળકી આયુશીને હડફેટે લેતા બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે બાળકીના પિતા જીતેન્દ્રભાઈ સુરપસિંહ અજનાર રવ્હે. હાલ ક્યુટોન સીરામીક મૂળરહે.જુનાપાની જી.ધાર મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









