Thursday, December 25, 2025
HomeGujaratમોરબી: રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા મહિલા સહિત બે ઇસમોની અટકાયત

મોરબી: રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા મહિલા સહિત બે ઇસમોની અટકાયત

દેશી દારૂ મંગાવનાર મહિલાનું નામ ખુલતા, બે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના લખધીરવાસ ચોકમાંથી પસાર થયેલ શંકાસ્પદ સીએનજી રીક્ષાને સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રોકી, રીક્ષાની તલાસી લેતા તેમાંથી ૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૦ હજાર મળી આવ્યો હતો. આ સાથે પોલીસે રીક્ષા ચાલક આરોપી બાબુભાઇ માનસંગભાઈ ભીખાભાઇ કુવરીયા ઉવ.૭૦ રહે. મોરબી-૨ હાઉસિંગ બોર્ડ ઋષિકેશ વિદ્યાલય પાસે તથા મહિલા આરોપી વિનુબેન દિનેશભાઇ મગનભાઈ અદગામા ઉવ.૫૧ રહે. મોરબી-૨ ત્રાજપર છેલ્લી શેરી વાળાની અટક કરી હતી. પકડાયેલ બન્ને આરોપીઓની સઘન પૂછતાછમાં આ દેશી દારૂનો જથ્થો શહેરના વજેપર શેરી નં.૨૪ માં રહેતા મનીષાબેન સુરેશભાઈ લક્ષ્મણભાઇ થરેશાએ મંગાવેલ, જેથી તે મહિલા આરોપીને ફરાર દર્શાવી સીટી એ ડિવિઝન પોલીસે રીક્ષા તેમજ દેશી દારૂ સહિત કુલ રૂ.૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠાક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!