ગેરકાયદેસર દુકાનો અને કાચા મકાનો ઉપર જેસીબી ફરી વળ્યું.
મોરબી મહાનગરપાલિકાએ પંચાસર ચોકડી વિસ્તારમાં રસ્તા ઉપરના દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ‘વન વિક વન રોડ’ ઝુંબેશ અંતર્ગત ગેરકાયદેસર દુકાનો, છાપરા અને કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર ચોકડી નજીક ડીમોલીશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેસીબીની મદદથી રસ્તા ઉપર આવેલ દુકાનો, કાચા મકાનો અને છાપરા સહિતના દબાણો હટાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પંચાસર ચોકડીથી પંચાસર રોડ સુધી ‘વન વિક વન રોડ’ અભિયાન અંતર્ગત કાર્યવાહી કરાઈ હતી. આ દરમિયાન ૩ દુકાનો, ૪થી ૫ છાપરા, ૭થી ૮ વંડી તથા ૨ કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ૧૮ મીટર પહોળા માર્ગ પરના નડતરરૂપ દબાણો દૂર થતાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવશે.









