વાંકાનેરના બોકડથંભા ગામ પાસે માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ફૂલ સ્પીડમાં ઓવરટેક કરવા જતા ટ્રકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા મોટર સાયકલ ચાલક ટ્રકના પાછળના ટાયરના જોટ્ટામાં આવી જતા મોટર સાયકલ ચાલકનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત ચાલકનું મોત થયું હતું. હાલ મૃતકના પુત્રની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામ નજીક દિઘલીયા રોડ પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાનજીભાઈ મેરુભાઈ સરાવાડીયા ઉવ.૫૯ રહે. બોકડથંભા ગામ તા.વાંકાનેર વાળા ગત તા.૨૩/૧૨ ના રોજ પોતાનું મોટરસાયકલ રજી.નં. જીજે-૦૩-સીકે-૬૨૯૨ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી ફુલ સ્પીડમાં આવતા ટ્રક રજી.નં. જીજે-૧૨-બીવી-૮૪૬૮ ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે મોટરસાયકલને અડફેટે લેતા, મોટર સાયકલ ચાલક કાનજીભાઈ ટ્રકના પાછળના ટાયરના જોટ્ટામાં આવી ગયા હતા. જેથી કાનજીભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેઓનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. હાલ અકસ્માતના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









