ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન, ઘુનડા(સ) ગામે રામાપીરના મંદિર નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૧૦૦/-મળી આવી હતી, આ સાથે પોલીસે તુરંત આરોપી નરશીભાઈ જગજીવનભાઈ કોરડીયા ઉવ.૫૫ રહે.હાલ શકત શનાળા ગામે ભાડેના મકાનમાં મૂળરહે.સજનપર(ઘુ) વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









