વાંકાનેરના નવાપરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કન્ટેનર ગાડી રિવર્સ લેવડાવતી વખતે વીજતાર કન્ટેનરને અડતા વીજ-કરંટ લાગતા ૩૬ વર્ષીય યુવકનું મોત થયું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેરના નવાપરા ખડીપરામાં રહેતા ગોરધનભાઈ ધીરુભાઈ ધરજીયા ઉવ.૩૬ ગઈકાલ તા.૨૬/૧૨ના રોજ નવાપરા જી.આઇ.ડી.સી. બરફના કારખાના પાસે જી.આઈ.ડી.સી. ખાતે બરફના કારખાના પાસે કન્ટેનર ગાડી રિવર્સ લેવડાવી રહ્યા હતા, આ દરમિયાન ગાડી ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનને કન્ટેનર અડી જતા અને ત્યારે ગોરધનભાઇ કન્ટેનરને અડતા તેઓને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ કરંટ લાગવાથી ગોરધાનભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.









