મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનરે ક્લસ્ટર નં. ૯ની મુલાકાત લઈ સફાઈ વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ સાથે જાહેરમાં ગંદકી કરતા ૯ ઇસમોને રૂ.૩૭૦૦/-નો દંડ કરવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજય સોની દ્વારા તા.૨૨/૧૨/૨૦૨૫ના રોજ ક્લસ્ટર નં. ૯ની વિઝીટ કરવામાં આવી હતી, જેમાં સફાઈ કર્મચારીઓની હાજરી અને કામગીરીની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ધુનડા રોડ, સ્ટેટ હાઈવે, ગોકુલનગર તથા ભક્તિનગર નજીક આવેલા GVP પોઈન્ટ તેમજ લાઈન્સનગર અને શ્રીજીપાર્ક સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા ઉઠાવવાની કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. તદુપરાંત, તપાસ દરમિયાન જાહેરમાં ગંદકી કરતા ૯ ઇસમો સામે કાર્યવાહી કરી રૂ.૩૭૦૦/-નો દંડ વસુલવામાં આવ્યો. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મંગળવારની અઠવાડીક ખાસ સફાઈ ઝુંબેશ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. આ તકે નાયબ કમિશનર (પ્રોજેક્ટ) દ્વારા શહેરને સ્વચ્છ રાખવા નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.









