મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈના જન્મદિન નિમિત્તે તેઓ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેવેનભાઈ દ્વારા મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓને *લાલો” ફિલ્મ બતાવવામાં આવી હતી.
મોરબીનું યંગ ઈન્ડિયા ગ્રૂપ વર્ષ દરમ્યાન હોળી, ધુળેટી, દિવાળી જન્માષ્ટમી જેવા તહેવારો નિમિત્તે સલ્મ વિસ્તારના ગરીબ બાળકો, જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવી, જરૂરિયાત મુજબની વસ્તુ અર્પણ કરી તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરે છે, ક્રિષ્ના લોકમેળો, સંકલ્પ નવરાત્રીનું ભવ્ય અને દિવ્ય આયોજન કરે છે, વેલેન્ટાઈન ડે નહીં પણ વાત્સલ્ય દિવસની અનોખી શરૂઆત કરી ગરીબ બાળકોને ઓ.ડી.બીએમ.ડબલ્યુ. જેવી લકઝરીયસ કારમાં બેસાડી સમગ્ર મોરબી શહેરની જોય રાઈડ કરાવે છે, આવા 135 જેટલા સેવાકીય પ્રકલ્પો કરતા યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીનો આજે જન્મ દિવસ હોવાથી તેઓ દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને હાલમાં સમગ્ર દેશ અને દુનિયામાં ધૂમ મચાવતું ગુજરાતી ચલચિત્ર “લાલો” સ્કાય મોલમાં બતાવી બાળાને ભાવતા ભોજન કરાવ્યા હતા, ફિલ્મ દર્શન કરી બાળાઓ ખુશખુશાલ થઈ ગઈ હતી અને તમામ બાળાઓએ દેવેનભાઈને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.









