વાંકાનેરમાં નર્સરી ચોકડી પાસે ખરાબામા લુણસર રોડ ભોજપરા સીમમાં રહેતા લાખાભાઈ રામભાઈ ગઢવી ઉવ.૮૫ વાળાને ગઈકાલ તા.૨૭/૧૨ ના રોજ કોઈ બીમારી સબબ સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી લાખાભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું. ત્યારે મૃત્યુના આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









