માળીયા(મી) તાલુકાના અંજીયાસર ગામે પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા જ્યાં પાણીના ટાંકા પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા ડાડાભાઇ દાઉદભાઇ જેડા રહે. અંજીયાસર તા.માળીયા(મી), ઇકબાલભાઇ ગુલામહુશેનભાઇ ભટી રહે.અંજીયાસર તા.માળીયા(મી), ઇસ્માઇલભાઇ હારૂનભાઇ ભટી રહે.જુના અંજીયાસર તા.માળીયા(મી) તથા નીઝામભાઇ સીદીકભાઇ જેડા રહે.જુના અંજીયાસર તા.માળીયા(મી)ને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા, રેઇડ દરમિયાન આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂ.૧૧,૯૭૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









