વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, નવાપરા પુલના છેડે મરચાવાળાની બાજુમાં એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો લઈને ઉભો છે, જેથી તુરંત વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત સ્થાકે રેઇડ કરતા, જ્યાં બાતમી મુજબના વર્ણન વાળા ઇસમને રોકી તેની પાસે રહેલ બેગની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૭૫૦મીલી.ની બ્લેક જેગવર રમની ૩ બોટલ કિ.રૂ. ૩,૬૦૦/- તથા રોયલ કલાસિક વ્હિસ્કીની ફ્રુટી પેકિંગમાં ૧૮૦મીલી. ની ૧૨ નંગ કિ.રૂ.૨,૪૦૦/- એમ કુલ રૂ.૬,૦૦૦/- મળી આવ્યો હતો, જેથી તુરંત પોલીસે આરોપી રમેશભાઈ રઘુભાઈ કુકાવા ઉવ ૪૫ રહે.સ્વપ્ન લોક સોસાયટી મિલ પ્લોટ ફાટક પાસે વાંકાનેર વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









