વાંકાનેર શહેરમાં ઉલ્ટી થયા બાદ અચાનક બેભાન થયેલા ૫૮ વર્ષીય પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત થયું છે. હાલ વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી, આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અ.મોતની નોંધ મુજબ, ચંદુલાલ રામસીંગભાઈ સારલા ઉવ.૫૮ રહે. જીનપરા ગૌશાળા રોડ વાંકાનેર વાળાને ગઈકાલ તા. ૨૮/૧૨/૨૦૨૫ના રોજ તેઓ તેમના ઘરે હોય ત્યારે તેઓને અચાનક ઉલ્ટી થયા બાદ બેભાન થઈ ગયા હતા. જેથી પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા જોઈ તપાસી ચંદુલાલને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે મૃત્યુના બનાવ મામલે અ.મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









